VIDEO: રાજકોટ મનપા જનરલ બોર્ડમાં કોંગ્રેસનો ઉગ્ર વિરોધ, ડિમોલેશન બિલ મુદ્દે સવાલો
રાજકોટ મહાનગરપાલિકામાં જનરલ બોર્ડની બેઠક દરમિયાન કોંગ્રેસે મનપાના

રાજકોટ મહાનગરપાલિકામાં જનરલ બોર્ડની બેઠક દરમિયાન કોંગ્રેસે મનપાના પટાંગણમાં ઉગ્ર વિરોધ નોંધાવ્યો. જંગલેશ્વર ડિમોલેશન દરમિયાન બિલમાં થયેલા ભ્રષ્ટાચારના મુદ્દે કોંગ્રેસે મનપા તંત્ર સામે સવાલો ઉઠાવ્યા. કોંગ્રેસના આક્ષેપ મુજબ, ઘટનાને 50થી વધુ દિવસ વીતી ગયા છતાં SIT તપાસના નામે માત્ર દેખાવ પૂરતી કાર્યવાહી થઈ રહી છે. આ ઉપરાંત રાજકોટમાં દૂષિત પાણીની સમસ્યા અને ડિમોલેશન થયેલા વિસ્તારોમાં હજુ સુધી પૂરતું વિકાસકાર્ય ન થયું હોવાના આક્ષેપ પણ કરવામાં આવ્યા. વિવિધ મુદ્દાઓને લઈને કોંગ્રેસના કાર્યકરોએ મનપા પરિસરમાં સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો.




