મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સુરત જિલ્લામાં લાંબા વિરામ બાદ વરસાદી માહોલથી ખેડૂતોમાં ખુશી છવાઈ

સુરત જિલ્લામાં લાંબા વિરામ બાદ ફરી એકવાર વરસાદી માહોલ સર્જાયો છે. માંગરોળ, અરેઠ અને માંડવી તાલુકાના વિવિ

તસવીર: gstv

સુરત જિલ્લામાં લાંબા વિરામ બાદ ફરી એકવાર વરસાદી માહોલ સર્જાયો છે. માંગરોળ, અરેઠ અને માંડવી તાલુકાના વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં ઝરમર વરસાદ વરસ્યો હતો. લાંબા સમયથી વરસાદે વિરામ લેતા ખેડૂતો વરસાદની રાહ જોઈ રહ્યા હતા. ત્યારે આજે ફરી વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. વરસાદના કારણે ખેતરોમાં પણ ભેજનું પ્રમાણ વધ્યું છે, જેથી ખેતીના પાકને ફાયદો થવાની આશા ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે. બીજી તરફ વરસાદી માહોલને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને અસહ્ય ગરમીમાંથી લોકોને રાહત મળી છે. આગામી દિવસોમાં પણ વરસાદી માહોલ યથાવત રહે તેવી ખેડૂતો આશા રાખી રહ્યા છે.

આ સમાચાર શેર કરો