મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: જામ ખંભાળિયામાં વરસાદની ખેંચથી ખેડૂતો-પશુપાલકો પરેશાન

દેવભૂમિ દ્વારકાના જામ ખંભાળિયા તાલુકામાં વરસાદ ખેંચાતા ખેડૂતો અને પશુપાલકોની મુશ્કેલી વધી છે.

તસવીર: gstv

દેવભૂમિ દ્વારકાના જામ ખંભાળિયા તાલુકામાં વરસાદ ખેંચાતા ખેડૂતો અને પશુપાલકોની મુશ્કેલી વધી છે. સરકાર દ્વારા પશુઓ માટે ઘાસચારો આપવાની કામગીરી શરૂ કરાતા બેહ ગામે કાર્ડ નોંધણી માટે પશુપાલકોની લાંબી લાઈનો જોવા મળી હતી. સરપંચે આ સમગ્ર સ્થિતિનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરી જણાવ્યું કે ગામમાં 500થી વધુ ખેડૂતો અને પશુપાલકો સામે માત્ર 200 જેટલા કાર્ડ ફાળવાયા છે. જેના કારણે અનેક પશુપાલકો ઘાસચારાથી વંચિત રહે તેવી સ્થિતિ સર્જાઈ છે. સરપંચે વધુ કાર્ડ ફાળવવા સાથે દ્વારકા જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની સરકાર સમક્ષ માંગ કરી છે.

આ સમાચાર શેર કરો