મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: નકલી બ્લડ પ્રેશર દવાનો પર્દાફાશ, 36 હજારથી વધુ ટેબ્લેટ બજારમાં પહોંચ્યાનો ખુલાસો

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે નકલી બ્લડ પ્રેશરની દવાના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે.

તસવીર: gstv

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે નકલી બ્લડ પ્રેશરની દવાના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. લખનઉથી આવેલી નકલી દવાની 3600 સ્ટ્રીપમાંથી 36 હજારથી વધુ ટેબ્લેટ બજારમાં પહોંચ્યાનો ખુલાસો થયો છે. એક ગ્રાહકને દવાની ગુણવત્તા પર શંકા જતા મામલો ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ સુધી પહોંચ્યો અને તપાસમાં દવા નકલી હોવાનું સામે આવ્યું. અમદાવાદની મેડિકલ દુકાનોમાંથી 12 હજાર જેટલી ટેબ્લેટ જપ્ત કરવામાં આવી છે. પાશ્વ મેડિકલ એજન્સીના માલિક દર્શિલ સંઘવી સહિત લખનઉના બે આરોપીઓની ધરપકડ કરાઈ છે. તપાસમાં સામે આવ્યું છે કે નકલી દવા અમદાવાદ ઉપરાંત નડિયાદ અને ભાવનગર સહિત અન્ય રાજ્યોમાં પણ સપ્લાય થઈ હોવાની આશંકા છે.

આ સમાચાર શેર કરો