મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ભાજપના પૂર્વ ધારાસભ્યએ સરકારી જમીન પર દબાણ ઉભું કરી શાળા ઉભી કરી દીધો: સરપંચનો આરોપ

મહીસાગરના લુણાવાડાના પૂર્વ ધારાસભ્ય જિગ્નેશ સેવક સામે સરકારી જમીન પર ગેરકાયદે દ

તસવીર: gstv

મહીસાગરના લુણાવાડાના પૂર્વ ધારાસભ્ય જિગ્નેશ સેવક સામે સરકારી જમીન પર ગેરકાયદે દબાણ કરી શાળા બનાવ્યાના ગંભીર આરોપો લાગ્યા છે. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા અને સ્થાનિક સરપંચે આ અંગે મોરચો માંડ્યો છે. ખાનપુરના ગંગટા ગામે કરોડો રૂપિયાની રોડ ટચ સરકારી જમીન પર સત્તાના જોરે જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ  બનાવી દેવાયાનો આક્ષેપ કરાયો છે. લીંબડીયાના સરપંચ કાંતિભાઈ પટેલે વર્ષ 2017થી મુખ્યમંત્રી સુધી રજૂઆતો કરી હોવા છતાં તેમજ 2023માં મામલતદારના તપાસ રિપોર્ટ બાદ પણ કોઈ કાર્યવાહી થઈ નથી. APMCએ ગોડાઉન માટે માંગેલી આ જમીન પર પૂર્વ ધારાસભ્યએ દબાણ કર્યું હોવાનો આક્ષેપ કરી  તંત્ર સામે તાત્કાલિક કડક પગલાં લેવાની માંગ ઊઠી છે.

આ સમાચાર શેર કરો