મુખ્ય સામગ્રી પર જાઓ
બુલેટિન

EVENING BULLETIN: ડોનાલ્ડ ટ્રમ્પ આવશે ભારત! પરીક્ષાના એક દિવસ પહેલાં જ TETનું પેપર લીક, પીએમ મોદી ત્રણ દિવસના સેશેલ્સ પ્રવાસે

પીએમ મોદી ત્રણ દિવસના સેશેલ

તસવીર: gstv

પીએમ મોદી ત્રણ દિવસના સેશેલ્સ પ્રવાસે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દિવસના સેશેલ્સ પ્રવાસે રવાના થયા છે. તેઓ ત્યાં નેશનલ એસેમ્બલીને સંબોધિત કરનારા ભારતના સૌથી પ્રથમ વડાપ્રધાન બનીને નવો ઈતિહાસ રચશે.

ડોનાલ્ડ ટ્રમ્પ આવશે ભારત 

ભારત અને અમેરિકાના સંબંધોમાં નવો અધ્યાય શરૂ થશે. યુએસ વિદેશ મંત્રી માર્કો રુબિયોએ સત્તાવાર જાહેરાત કરી છે કે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આગામી વર્ષની શરૂઆતમાં ભારતની મુલાકાતે આવશે.

પરીક્ષાના એક દિવસ પહેલાં જ TETનું પેપર લીક!

મહારાષ્ટ્રમાં આવતીકાલે યોજાનારી TETનું પેપર પરીક્ષાના ઠીક એક દિવસ પહેલાં જ ઠાણેમાંથી લીક થઈ જતાં લાખો ઉમેદવારોમાં ભારે રોષ અને દોડધામ મચી ગઈ છે. હાલ સુરક્ષા અને કાયદો-વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને શિક્ષણ વિભાગ દ્વારા રવિવારની પરીક્ષા સ્થગિત કરવાનો નિર્ણય લેવાયો હોવાના અહેવાલ છે. 

મહારાષ્ટ્રમાં ‘ઓપરેશન ટાઇગર 2.0’?

મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી મોટા ભૂકંપના સંકેત છે. શિંદે જૂથના મંત્રી ગુલાબરાવ પાટીલનો દાવો છે કે ઉદ્ધવ ઠાકરેના વધુ 14 ધારાસભ્યો ખૂબ જ ટૂંક સમયમાં એકનાથ શિંદેની શિવસેનામાં જોડાશે.

 અમિત શાહે ગુજરાતમાં કરાવી 'ભારત ટેક્સી'ની શરૂઆત

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુજરાતમાં સહકારી આધારિત 'ભારત ટેક્સી' સેવા શરૂ કરાવી છે. હવે ડ્રાઈવરો પોતે જ કંપનીના માલિક બનશે અને ગ્રાહકોનું શોષણ અટકશે. આજથી ગુજરાતના તમામ મુખ્ય શહેરોમાં ટુ-વ્હીલર, ઓટો-રિક્ષા અને ફોર-વ્હીલર ટેક્સી સેવાઓ સત્તાવાર રીતે શરૂ કરવામાં આવી છે.

સુરેન્દ્રનગરમાં ખનિજ માફિયા પર જનતા રેડ

સુરેન્દ્રનગરના ભગવાનપુર ગામે તળાવમાંથી ગેરકાયદે માટી ચોરી અટકાવવા ગ્રામજનોએ સરપંચની હાજરીમાં જનતા રેડ કરી. તંત્રની નિષ્ક્રિયતા સામે રોષે ભરાયેલા લોકો આવતા જ માફિયાઓ જેસીબી મૂકી ભાગ્યા!

વિસાવદરમાં બોગસ મંડળી કૌભાંડ!

જૂનાગઢના વિસાવદરમાં ખેડૂતોની જાણ બહાર બોગસ સહીઓ કરી સભાસદ બનાવવાનું કૌભાંડ સામે આવતા હોબાળો મચ્યો છે. સરકારી લાભો સેરવી લેવાયા હોવાના આક્ષેપ સાથે ખેડૂતોએ ઉચ્ચસ્તરીય તપાસની માંગ કરી છે.

કપડવંજમાં  ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ

ખેડાના કપડવંજમાં ફટાકડાની ફેક્ટરીમાં ભયાનક બ્લાસ્ટ થયો છે. ધડાકો એટલો પ્રચંડ હતો કે આખું મકાન ભુક્કો થઈ ગયું અને ગંભીર રીતે દાઝેલા શ્રમિકોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા હતા.

આ સમાચાર શેર કરો