VIDEO: બાળકીનું અપહરણ બાદ હત્યા કરનાર આરોપીનું એન્કાઉન્ટર
આણંદના વાસદમાં સાડા ચાર વર્ષની માસૂમ બાળકીના અપહરણ અને નિર્મમ હત્યા કેસના મુખ્ય આરોપીન

આણંદના વાસદમાં સાડા ચાર વર્ષની માસૂમ બાળકીના અપહરણ અને નિર્મમ હત્યા કેસના મુખ્ય આરોપીનું એન્કાઉન્ટર કરાયુ છે...આરોપી સુરેશ પરમારને પોલીસ દ્વારા આત્મરક્ષણમાં કરાયેલા ફાયરિંગમાં ઠાર કરવામાં આવ્યો છે. બોરસદ રૂરલ પોલીસ દ્વારા ધરપકડ કરાયા બાદ જ્યારે LCBની ટીમ આરોપીને આણંદ લાવી રહી હતી, ત્યારે તેણે ઊલટી કરવાનું બહાનું કાઢીને વાહન રોકાવ્યું હતું અને અચાનક જ પોતાની પાસે છુપાવેલા ચપ્પુ વડે હુમલો કરીને બે પોલીસ કર્મચારીને ઇજાગ્રસ્ત કર્યા હતા.પોલીસની વારંવારની ચેતવણી છતાં આરોપી ન અટકતાં પોલીસે સ્વ-બચાવમાં ગોળીબાર કર્યો હતો, જેમાં બે ગોળી વાગવાથી ગંભીર રીતે ઘાયલ થયેલા આરોપીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. નરાધમ સુરેશે બાળકીનું અપહરણ કર્યા બાદ તેની હત્યા કરી હતી.તેણે બાળકી પર દુષ્કર્મ ગુજાર્યાની પણ આશંકા છે.




