VIDEO: રાજકોટમાં વૃદ્ધા બન્યા 84 લાખની ઠગાઈનો શિકાર
રાજકોટમાં સોશિયલ મીડિયા પર વેઇટ લોસની દવાની જાહેરાત એક વૃદ્ધ મહિલા માટે ભારે પડી છે. યોગીદર્શન સોસાયટ

રાજકોટમાં સોશિયલ મીડિયા પર વેઇટ લોસની દવાની જાહેરાત એક વૃદ્ધ મહિલા માટે ભારે પડી છે. યોગીદર્શન સોસાયટીમાં રહેતા 62 વર્ષીય કુસુમબેન ટાંકે વર્ષ 2024થી સાઇબર ઠગોના જાળમાં ફસાયા હતા. આરોપીઓએ અલગ-અલગ બહાના અને વિવિધ ચાર્જના નામે તેમના પાસેથી તબક્કાવાર 84 લાખ અલગ-અલગ બેંક ખાતાઓમાં ટ્રાન્સફર કરાવ્યા હતા. ઠગોએ પોતાને આરબીઆઈના કર્મચારી તરીકે ઓળખાવી વિશ્વાસમાં લઈ સમગ્ર કાવતરું આચર્યું હતું. આ મામલે રાજકોટ સાઇબર ક્રાઈમ પોલીસે દિલ્હીના સાઇબર ગેંગના ગઠિયા મહમદઅલીની ધરપકડ કરી છે. પોલીસે ગુનો નોંધી સમગ્ર રેકેટ અને અન્ય સંડોવાયેલા આરોપીઓ સુધી પહોંચવા વધુ તપાસ શરૂ કરી છે.




