VIDEO: હૈદરાબાદમાં પોલીસના સંયુક્ત ઓપરેશનમાં ડ્રગ્સ ઝડપાયું
તેલંગાણાના હૈદરાબાદમાં ડ્રગ્સ વિરોધી અભિયાન હેઠળ હૈદરાબાદ નાર્કોટિક્સ એન્ફોર્સમેન્ટ વિંગ અને હુસૈ

તેલંગાણાના હૈદરાબાદમાં ડ્રગ્સ વિરોધી અભિયાન હેઠળ હૈદરાબાદ નાર્કોટિક્સ એન્ફોર્સમેન્ટ વિંગ અને હુસૈની આલમ પોલીસ દ્વારા એક વિશેષ સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ સફળ કાર્યવાહી દરમિયાન પોલીસે આંતરરાજ્ય ડ્રગ્સ તસ્કરી નેટવર્કનો પર્દાફાશ કરી લાખો રૂપિયાની કિંમતનું પ્રતિબંધિત ડ્રગ્સ જપ્ત કર્યું હતું . પોલીસની આ ટીમે રેડ દરમિયાન હાઈડ્રોપોનિક કોકેઈન અને એલએસડી બ્લોટ્સ જેવા ખતરનાક નશીલા પદાર્થો કબજે કર્યા હતા . આ કેસમાં સંડોવાયેલા મુખ્ય આરોપીઓ અને પેડલર્સની ધરપકડ કરવામાં આવી હતી , જ્યારે આ રેકેટના મુખ્ય સપ્લાયરને ઝડપી પાડવા માટે પોલીસ દ્વારા સઘન તપાસ અને ચક્રો ગતિમાન કરવામાં આવી હતી . શહેરમાં વધી રહેલી નશાની પ્રવૃત્તિઓ પર અંકુશ મેળવવા માટે પોલીસ વહીવટી તંત્ર દ્વારા આ પ્રકારે સતત કડક પગલાં લેવામાં આવ્યા હતા




