VIDEO: 'એવું ન વિચારતા કે આ વખતે પણ પહેલા જેવો જ જવાબ મળશે', ઈઝરાયેલની ઈરાનને ખુલ્લી ચેતવણી
પશ્ચિમ એશિયા (West Asia) માં ચાલી રહેલો તણાવ હવે ચરમસીમાએ પહોંચી ગ

પશ્ચિમ એશિયા (West Asia) માં ચાલી રહેલો તણાવ હવે ચરમસીમાએ પહોંચી ગયો છે. ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ (Benjamin Netanyahu) ઈરાનને ખૂબ જ કડક શબ્દોમાં ચેતવણી આપી છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે જો ભવિષ્યમાં ઈરાન દ્વારા કોઈ પણ હુમલો કરવામાં આવશે, તો ઈઝરાયેલ આ વખતે પહેલા કરતાં પણ વધુ શક્તિશાળી અને આક્રમક વળતો પ્રહાર (Counter-attack) કરશે. નેતન્યાહૂએ જણાવ્યું કે ઈઝરાયેલની રણનીતિ હવે સંપૂર્ણપણે બદલાઈ ચૂકી છે અને દરેક હુમલાનો જડબાતોડ જવાબ આપવામાં આવશે.
'હુમલો કરીને શાંતિની આશા ન રાખતા'
વડાપ્રધાન કાર્યાલય (PMO) દ્વારા જારી કરવામાં આવેલા સત્તાવાર નિવેદન અનુસાર, નેતન્યાહૂએ દક્ષિણી શહેર ડિમોનામાં આયોજિત 'નેગેવ કોન્ફરન્સ' (Negev Conference) ને સંબોધિત કરતી વખતે ઈરાન પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું, "જો તમે અમારા પર હુમલો કરશો તો એ ભ્રમમાં ન રહેતા કે બધું શાંત રહેશે. એવું પણ ન સમજતા કે આ વખતે પહેલા જેવો જ સામાન્ય જવાબ મળશે. આ વખતે સ્થિતિ અલગ હશે અને અમારો પ્રહાર અતિ શક્તિશાળી હશે. હું ઈરાનના નેતાઓને સ્પષ્ટ કહેવા માંગુ છું કે અમારા પર હુમલો કર્યા પછી શાંતિની અપેક્ષા બિલકુલ ન રાખતા."
ઈઝરાયેલે બદલી પોતાની મિલિટરી સ્ટેટજી (Military Strategy)
નેતન્યાહૂએ ભારપૂર્વક જણાવ્યું કે હવે ઈઝરાયેલ સંયમ રાખવાના મૂડમાં નથી. તેમણે કહ્યું, "એ દિવસો હવે જતા રહ્યા જ્યારે કોઈ આપણને નુકસાન પહોંચાડતું હતું અને આપણે ચુપ બેસી રહેતા હતા. અમે ઈરાનની 'એક્સિસ ઓફ ઈવિલ' (Axis of Evil) એટલે કે આતંકી સંગઠનોના નેટવર્ક સામે કડક પગલાં લીધા છે. જે કોઈ પણ ઈઝરાયેલના નાગરિકો કે દેશને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરશે, તેને ભારે કિંમત ચૂકવવી પડશે." પશ્ચિમ એશિયામાં સીઝફાયર (Ceasefire) તૂટ્યા બાદ બંને દેશો વચ્ચે લશ્કરી ગતિવિધિઓ ખૂબ જ ઝડપથી વધી ગઈ છે.
બહરીન પર ઈરાનનો મિસાઈલ અને ડ્રોન એટેક (Drone Attack)
આ તણાવ વચ્ચે બહરીન દેશે પણ એક મોટો દાવો કર્યો છે. બહરીન ડિફેન્સ ફોર્સ (Bahrain Defence Force) ની જનરલ કમાન્ડે જણાવ્યું કે મંગળવારે વહેલી સવારે ઈરાન દ્વારા તેમના રહેણાંક વિસ્તારોને નિશાન બનાવીને અનેક મિસાઈલો અને સસાઈડ ડ્રોન (Suicide Drones) લોન્ચ કરવામાં આવ્યા હતા. જોકે, બહરીનની એર ડિફેન્સ સિસ્ટમે (Air Defence System) આ તમામ હુમલાઓને હવામાં જ તોડી પાડીને નિષ્ફળ બનાવ્યા હતા.
બહરીન સરકારે ઈરાનના આ કૃત્યની આંતરરાષ્ટ્રીય સ્તરે નિંદા કરી છે અને તેને માનવીય કાયદાઓનું સરેઆમ ઉલ્લંઘન ગણાવ્યું છે. પશ્ચિમ એશિયામાં સર્જાયેલી આ યુદ્ધ જેવી સ્થિતિને કારણે ગ્લોબલ સિક્યુરિટી (Global Security) અને વૈશ્વિક અર્થતંત્ર પર મોટું સંકટ તોળાઈ રહ્યું છે.







