VIDEO: પીએમ મોદીના જન્મદિવસ નિમિત્તે સાવલીમાં ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમનું આયોજન
વડોદરાના સાવલીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે ‘આશીર્વાદનો દીવડો&r

વડોદરાના સાવલીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. સાવલીના સ્વામિનારાયણ મંદિર નજીક યોજાયેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો, આગેવાનો અને નગરજનો જોડાયા હતા. સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદાર અને પ્રભારી ઋત્વિજ પટેલ સહિતના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યકરો દ્વારા ‘આશીર્વાદનો દીવડો’ પ્રગટાવી ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ઉપસ્થિત કાર્યકરો અને આગેવાનોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના લાંબા આયુષ્ય અને દેશની પ્રગતિ માટે શુભેચ્છાઓ પાઠવી હતી. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકોની હાજરી વચ્ચે ઉજવણી સંપન્ન થઈ હતી.




