VIDEO: વલસાડના ધરમપુર પંથકમાં ધોધમાર વરસાદ પડ્યો, વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ
વલસાડ જિલ્લાના વાતાવરણમાં અચાનક મોટો પલટો જોવા મળ્યો છે. જિલ્લાના ધરમપુર તેમજ તેની આસ

વલસાડ જિલ્લાના વાતાવરણમાં અચાનક મોટો પલટો જોવા મળ્યો છે. જિલ્લાના ધરમપુર તેમજ તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં અચાનક ધોધમાર વરસાદ પડ્યો હતો. દિવસભરના અસહ્ય ઉકળાટ અને બફારા બાદ પડેલા આ વરસાદને કારણે વાતાવરણમાં ભારે ઠંડક પ્રસરી ગઈ છે, જેનાથી નગરજનોએ હાશકારો અનુભવ્યો છે. લાંબા વિરામ બાદ વરસેલા આ વરસાદથી ખેતીના પાકને નવું જીવન મળતા ખેડૂતોમાં પણ આનંદની લાગણી છવાઈ ગઈ છે.




