VIDEO : કેપટાઉનમાં વિનાશક ચક્રવાતનો કહેર, પૂરની તારાજીમાં હજારો લોકો બેઘર
દક્ષિણ આફ્રિકાના કેપટાઉન અને પશ્ચિમ કેપ પ્રાંતમાં ત્રાટકેલા વિનાશક ચક્રવાત અને

દક્ષિણ આફ્રિકાના કેપટાઉન અને પશ્ચિમ કેપ પ્રાંતમાં ત્રાટકેલા વિનાશક ચક્રવાત અને અવિરત વરસાદે ભારે તારાજી સર્જી છે. આ કુદરતી હોનારતને કારણે શહેરના અનેક નદી-નાળાઓ ઉભરાયા છે, જેના પરિણામે નીચાણવાળા વિસ્તારો અને રહેણાક વિસ્તારોમાં પૂરના પાણી ફરી વળ્યા છે.
અતિશય વેગથી ફૂંકાયેલા પવને અનેક ઈમારતોના છાપરાં ઉડાડી દીધા છે અને સેંકડો વૃક્ષો તેમજ વીજળીના ટાવરો ધરાશાયી થતાં અનેક વિસ્તારમાં અંધારપટ છવાઈ ગયો છે. માર્ગો પર મોટાપાયે પાણી ભરાવાને કારણે અને ભૂસ્ખલનની ઘટનાઓને લીધે મુખ્ય હાઈવે બંધ કરવા પડ્યા છે, જેનાથી વાહનવ્યવહાર અને આવશ્યક સેવાઓ સંપૂર્ણપણે ઠપ થઈ ગઈ છે.
આ આફતને કારણે હજારો પરિવારો બેઘર બન્યા છે અને તેમને રાહત શિબિરોમાં આશરો લેવાની ફરજ પડી છે, જ્યારે વહીવટીતંત્ર દ્વારા સુરક્ષાના ભાગરૂપે શાળાઓ અને જાહેર કચેરીઓ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમો સતત બચાવ કાર્યમાં લાગેલી છે, પરંતુ સતત ખરાબ હવામાનને કારણે રાહત કામગીરીમાં મુશ્કેલી પડી રહી છે.






