મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: ભોપાલમાં ઓબીસી મહાસભાના વિરોધ પ્રદર્શનમાં અટકાયત

મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલમાં અનામતના મુદ્દે ઓબીસી મહાસભા દ્વારા એક વિશાળ વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્ય

તસવીર: GSTV

મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલમાં અનામતના મુદ્દે ઓબીસી મહાસભા દ્વારા એક વિશાળ વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રદર્શન દરમિયાન ઓબીસી સમુદાયના હકો અને અનામતની માંગણીઓને લઈને સરકાર વિરૂદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચારો કરવામાં આવ્યા હતા.વિપક્ષી રાજકીય પક્ષો એવા કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટીના વરિષ્ઠ નેતાઓએ પણ આ આંદોલનને પોતાનું સક્રિય સમર્થન જાહેર કર્યું હતું અને પ્રદર્શનમાં ભાગ લીધો હતો. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે ભોપાલ પોલીસે કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવ્યો હતો. પ્રદર્શનકારીઓ જ્યારે આગળ વધવાનો પ્રયાસ કરી રહ્યા હતા, ત્યારે પોલીસે કોંગ્રેસ-સપાના નેતાઓ સહિત અનેક વિરોધકર્તાઓની અટકાયત કરી હતી.

આ સમાચાર શેર કરો