VIDEO: દિલ્હી: તિલક નગરમાં નિરીક્ષણ દરમિયાન પ્રવેશ વર્માએ આપના કાર્યકર્તાને કેમ થપ્પડ મારી?
દિલ્હીના તિલક નગરમાં રસ્તાના નિરીક્ષણ દરમિયાન એક સ્થાનિક યુવકને થપ્પડ માર

દિલ્હીના તિલક નગરમાં રસ્તાના નિરીક્ષણ દરમિયાન એક સ્થાનિક યુવકને થપ્પડ મારવાના વાયરલ વીડિયો અંગે દિલ્હીના મંત્રી પ્રવેશ વર્માએ ખુલાસો કર્યો છે. તેમણે વિરોધ પક્ષ પર નિશાન સાધતા જણાવ્યું કે, વિકાસપુરી રિંગ રોડ પર ચાલી રહેલા રસ્તાના નિર્માણ કામમાં આપ વિધાયક જરનૈલ સિંહે પીડબલ્યુડી ઈજનેરો પાસે કમિશનની માગ કરી હતી. કમિશન ન મળતા રાત્રે બનેલો રસ્તો સવારે ઉખાડીને ભ્રષ્ટાચારના ખોટા વીડિયો બનાવવામાં આવતા હતા. સ્થાનિક લોકોએ 15 વર્ષથી વિલંબિત આ કામની પ્રશંસા કરી છે. નિરીક્ષણ વખતે આપના ધારાસભ્યના સમર્થકોએ આવીને ગાળાગાળી કરતા આવેશમાં આવીને આ પગલું ભરવું પડ્યું હતું.




