VIDEO: દિલ્હી: યમુના નદીની જળસપાટીમાં વધારો, નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ
દેશની રાજધાની દિલ્હીમાં ઉપરવાસમાં પડેલા ભારે વરસાદ અને હથિનીકુંડ બેરેજમાંથી સતત પાણી છોડવામા

દેશની રાજધાની દિલ્હીમાં ઉપરવાસમાં પડેલા ભારે વરસાદ અને હથિનીકુંડ બેરેજમાંથી સતત પાણી છોડવામાં આવતા યમુના નદીની જળસપાટીમાં ભયજનક વધારો નોંધાયો છે. નદીનું જળસ્તર ભયજનક નિશાન નજીક પહોંચી જતાં તટીય અને નીચાણવાળા વિસ્તારોમાં પૂરનું જોખમ વધી ગયું છે. દિલ્હી પ્રશાસન દ્વારા પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને યમુનાના કિનારે આવેલા નીચાણવાળા વિસ્તારોમાં વસતા લોકોને સલામત સ્થળે ખસી જવાની સૂચના સાથે એલર્ટ જારી કરવામાં આવ્યું છે. પૂર નિયંત્રણ વિભાગ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમો સતત જળસપાટી પર નજર રાખી રહી છે અને રાહત-બચાવ કામગીરી માટે બોટ તથા અન્ય જરૂરી સાધનો તૈનાત કરી દેવામાં આવ્યા છે. તંત્ર દ્વારા નાગરિકોને નદી કિનારે ન જવા અને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે.




