VIDEO: દિલ્હી પોલીસે વડાપ્રધાન મોદીને નિશાનો બનાવતી સોશિયલ મીડિયા પોસ્ટ મુદ્દે ગુનો દાખલ કર્યો
દિલ્હી પોલીસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને નિશાનો બનાવતી વાંધાજનક અને બદનક

દિલ્હી પોલીસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને નિશાનો બનાવતી વાંધાજનક અને બદનક્ષીભરી સોશિયલ મીડિયા પોસ્ટના સંબંધમાં FIR દાખલ કરી છે. આ પોસ્ટ જંતર-મંતર પર કોકરોચ જનતા પાર્ટીના વિરોધ પ્રદર્શન દરમિયાન કરવામાં આવી હતી. સ્પેશિયલ સેલના IFSO યુનિટમાં ગુનાહિત ધાકધમકી, અને બદનક્ષીની કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. દિલ્હી પોલીસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મને આવી સામગ્રી તાત્કાલિક દૂર કરવા માટે નોટિસ પાઠવી છે. પોલીસે નોટિસમાં જણાવ્યું છે કે આવી વાંધાજનક સામગ્રીના પ્રસારથી વડાપ્રધાનની પ્રતિષ્ઠા, ગૌરવ અને જાહેર છબીને ગંભીર નુકસાન થયું છે. પોલીસે આ મામલાની તપાસ શરૂ કરી છે.




