VIDEO: દાહોદ GIDC મુદ્દે મામલો ગરમાયો પોલીસ દ્વારા કરાયો લાઠીચાર્જ
કચલધરા ખાતે GIDCના સર્વેની કામગીરીને લઈને વિવાદ ઉગ્ર બન્યો છે, જ્યાં છેલ્લા કેટલાય સમયથી ગ્રામજનો દ્વારા ત

કચલધરા ખાતે GIDCના સર્વેની કામગીરીને લઈને વિવાદ ઉગ્ર બન્યો છે, જ્યાં છેલ્લા કેટલાય સમયથી ગ્રામજનો દ્વારા તેનો વિરોધ કરવામાં આવી રહ્યો હતો. આજે જ્યારે તંત્ર દ્વારા GIDC અંગેનો સર્વે શરૂ કરવામાં આવ્યો, ત્યારે સ્થાનિક લોકોએ તેનો સખત વિરોધ નોંધાવ્યો હતો. આ વિરોધ ઉગ્ર બનતા પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસે પ્રદર્શનકારીઓ પર લાઠીચાર્જ કર્યો હતો. આ ઘટનાના વિડિયો હાલ સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થઈ રહ્યા છે જેના કારણે સમગ્ર વિસ્તારમાં ભારે તણાવ અને રોષ જોવા મળી રહ્યો છે




