મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: MS યુનિવર્સિટીમાં PM મોદીના કાર્યક્રમને લઈને વિવાદ

વડોદરાની MS યુનિવર્સિટીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમ માટે પેવેલિયન મેદાન ફાળવવાના નિર્ણયને લ

તસવીર: gstv

વડોદરાની MS યુનિવર્સિટીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમ માટે પેવેલિયન મેદાન ફાળવવાના નિર્ણયને લઈને વિવાદ સર્જાયો છે. પૂર્વ સેનેટ સભ્ય કપિલ જોષીએ રમતના મેદાનનો સરકારી કાર્યક્રમ માટે ઉપયોગ કરવા સામે વાંધો ઉઠાવ્યો છે. તેમના જણાવ્યા મુજબ સિન્ડિકેટ દ્વારા રમતના મેદાનનો રમત સિવાયના કાર્યક્રમો માટે ઉપયોગ ન કરવાનો ઠરાવ કરવામાં આવ્યો હતો. તેમ છતાં PM મોદીના કાર્યક્રમ માટે પેવેલિયન ફાળવાયું હોવાનો તેમણે આક્ષેપ કર્યો છે. નિર્ણય પરત નહીં ખેંચાય તો વિદ્યાર્થીઓ અને રમતવીરોમાં આક્રોશ સાથે આંદોલનની સ્થિતિ સર્જાઈ શકે તેવી ચેતવણી તેમણે આપી છે. 

જ્યારે બીજી તરફ ડેપ્યુટી રજીસ્ટાર મયંક વ્યાસે પણ પોતાની પ્રતિક્રિયા આપી.

આ સમાચાર શેર કરો