VIDEO: ધોળકાના વેજલકામાં કરોડોની જમીન હડપવાનો વિવાદ ઉગ્ર: ગ્રામજનોએ પ્રાંત કચેરીમાં કરી ઉગ્ર રજૂઆત
અમદાવાદ જિલ્લાના ધોળક

અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના વેજલકા ગામમાં કરોડો રૂપિયાની કિંમતની જમીનને લઈને મોટો વિવાદ સામે આવ્યો છે. વર્ષ ૧૯૬૫થી જમીન પર મકાન અને વાડો બનાવીને કબ્જો ધરાવતા સ્થાનિક પરમાર પરિવારે બોગસ દસ્તાવેજ બનાવી જમીન હડપ કરવાનો ગંભીર આક્ષેપ કર્યો છે…અરજદારોના જણાવ્યા મુજબ, તેમના વડવાઓએ આ જમીન રોકડથી ખરીદી હતી અને તેઓ નિયમિત વેરો ભરે છે. સામાવાળા જૂથે મેળાપીપણું કરી ઓગસ્ટ ૨૦૨૬માં ખોટો વેચાણ દસ્તાવેજ બનાવી કાચી નોંધ પડાવી લીધી છે અને સ્ટેમ્પ ડ્યુટીની ચોરી કરી છે. આ અંગે પીડિત પરિવારે મામલતદાર સમક્ષ કાચી નોંધ રદ કરવાની અને કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે.




