મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ધોળકાના ભેટાવાડા આંદોલનમાં મહિલાઓએ સાંસદ-ધારાસભ્યના છાજિયા લીધા

ધોળકાના ભેટાવાડા ગામે વિવિધ માંગણીઓને લઈને ચાલી રહેલા આંદોલનના 12મા દિવસે ધારાસભ્ય કિર

તસવીર: gstv

ધોળકાના ભેટાવાડા ગામે વિવિધ માંગણીઓને લઈને ચાલી રહેલા આંદોલનના 12મા દિવસે ધારાસભ્ય કિરીટસિંહ ડાભીએ આંદોલન સ્થળની મુલાકાત લીધી હતી. ધારાસભ્યએ માંગણીઓ સંતોષવાની ખાતરી આપી હતી અને કંપનીનું કેમિકલયુક્ત પાણી તેમજ ધોળકા નગરપાલિકાનું પાણી બંધ કરવાની વાત કરી હતી. જોકે, આજદિન સુધી પાણી બંધ ન થતાં આંદોલનકારીઓમાં રોષ જોવા મળ્યો હતો. ધારાસભ્યએ બે દિવાલ બનાવવાની ખાતરી આપી હતી, પરંતુ માત્ર માટીનો પાળો બનાવાતા વિરોધ થયો હતો. આ દરમિયાન મહિલાઓ દ્વારા સાંસદ દેવુસિંહ ચૌહાણ અને ધારાસભ્ય કિરીટસિંહ ડાભીના છાજિયા લીધા. 24 સપ્ટેમ્બર સુધીમાં ઉકેલ નહીં આવે તો ચક્કાજામ કરવાની ચીમકી આપવામાં આવી છે.

આ સમાચાર શેર કરો