મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: મહેસાણા પાલિકામાં ચા-નાસ્તાના કોન્ટ્રાક્ટમાં ભ્રષ્ટાચારના આક્ષેપથી વિવાદ

મહેસાણા મહાનગરપાલિકામાં પ્રજાના પૈસે અધિકારીઓ અને પદાધિકારીઓના જલસા થત

તસવીર: gstv

મહેસાણા મહાનગરપાલિકામાં પ્રજાના પૈસે અધિકારીઓ અને પદાધિકારીઓના જલસા થતા હોવાનો તેમજ ચા-નાસ્તાના કોન્ટ્રાક્ટમાં ભારે ગોટાળાનો આક્ષેપ કોંગ્રેસે લગાવ્યો છે. ગીતાંજલિ ડેકોરેટર્સ નામની એજન્સીને અપાયેલા રૂપિયા ૫ લાખના વાર્ષિક ટેન્ડર સામે નિયમો નેવે મૂકીને કુલ ૧૨ લાખ રૂપિયા ચૂકવાયા હોવાનો ગંભીર આક્ષેપ કોંગ્રેસના કોર્પોરેટર કમલેશ સુતરિયાએ કર્યો છે. આટલા મોટા વિવાદ અને ભ્રષ્ટાચારની આશંકા હોવા છતાં, સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં આ વિવાદિત એજન્સીને ફરીથી વધુ એક વર્ષ માટે કોન્ટ્રાક્ટ મંજૂર કરી દેવામાં આવતા પાલિકાનું રાજકારણ ગરમાયું છે. પ્રજાના ટેક્સના પૈસાનો વેડફાટ થતો હોવાથી ભારે વિરોધ થઈ રહ્યો છે.

આ સમાચાર શેર કરો