VIDEO: બર્ગર વીડિયો વાયરલ બાદ CJP પ્રવક્તા વિજેતા દહિયા સસ્પેન્ડ
જંતર-મંતર પર સંસદ માર્ચ દરમિયાન બર્ગર ખાતા જોવા મળેલા CJPના મુખ્ય પ્રવક્તા વિજેતા દહ

જંતર-મંતર પર સંસદ માર્ચ દરમિયાન બર્ગર ખાતા જોવા મળેલા CJPના મુખ્ય પ્રવક્તા વિજેતા દહિયાનો વીડિયો વાયરલ થયા બાદ પાર્ટીએ તેમના સામે કાર્યવાહી કરી છે. CJPએ વિજેતા દહિયાને મુખ્ય પ્રવક્તાના પદ પરથી હટાવવાની જાહેરાત કરી છે. પાર્ટીએ આ વર્તનને અત્યંત અસંવેદનશીલ અને અસ્વીકાર્ય ગણાવ્યું છે. CJPએ પોતાના નિવેદનમાં જણાવ્યું કે જ્યારે શાંતિપૂર્ણ પ્રદર્શનકારીઓ અને પાર્ટીના કાર્યકરો પોલીસ કાર્યવાહીનો સામનો કરી રહ્યા હતા, ત્યારે આવી હરકત યોગ્ય નહોતી. વીડિયો વાયરલ થયા બાદ સોશિયલ મીડિયા પર પણ તેમની ટીકા થઈ રહી હતી.




