VIDEO: રિયાસીમાં ચેનાબ નદીમાં પૂર
જમ્મુ અને કાશ્મીરના રિયાસી જિલ્લામાં સતત પડી રહેલા ભારે વરસાદના કારણે ચેનાબ નદીમાં પાણીની આવક અચાનક ખૂબ જ વધી ગઈ છે. જળસ્તર ખતર

જમ્મુ અને કાશ્મીરના રિયાસી જિલ્લામાં સતત પડી રહેલા ભારે વરસાદના કારણે ચેનાબ નદીમાં પાણીની આવક અચાનક ખૂબ જ વધી ગઈ છે. જળસ્તર ખતરનાક સપાટીએ પહોંચતા પ્રશાસને તકેદારીના ભાગરૂપે સલાલ ડેમના તમામ દરવાજા ખોલી નાખ્યા છે જેથી પાણીનો પ્રવાહ સુરક્ષિત રીતે આગળ વધી શકે. ડેમમાંથી મોટા પ્રમાણમાં પાણી છોડવામાં આવતા નીચાણવાળા વિસ્તારોમાં પૂરનું જોખમ સર્જાયું છે. આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્ર દ્વારા નદી કિનારાના આસપાસના ગામોના રહેવાસીઓને રેડ એલર્ટ પર રાખવામાં આવ્યા છે




