VIDEO: CECનું રાજીનામું, SIR રદ કરો અને બેલેટ પેપર લાવો: કોંગ્રેસનું મોદી સરકારને અલ્ટીમેટમ
જ્ઞાનેશકુમારના મુદ્દે કોંગ્રેસ આક્રમક છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિક

જ્ઞાનેશકુમારના મુદ્દે કોંગ્રેસ આક્રમક છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધીની અધ્યક્ષતામાં એઆઈસીસીના મુખ્ય નેતાઓ અને સંગઠનની એક મહત્વની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કોંગ્રેસ અધ્યક્ષે કથિત વોટ ચોરી સામે દેશવ્યાપી આક્રમક આંદોલન શરૂ કરવાની સ્પષ્ટ સૂચના આપી છે. રાહુલ ગાંધીએ પણ તમામ નેતાઓને નિર્દેશ આપ્યો છે કે આ વિરોધ પ્રદર્શન એક-બે દિવસમાં સમાપ્ત થશે નહીં. મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારને દૂર કરવામાં ન આવે અને ચૂંટણી પ્રણાલીમાં સુધારો ન થાય ત્યાં સુધી આ આક્રમક ઝુંબેશ સતત ચાલુ રહેશે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પણ પોસ્ટ કરી ત્રણ માંગ સાથે સરકારને અલ્ટિમેટમ આપ્યું છે. જેમાં જ્ઞાનેશકુમારનું રાજીનામું, SIR રદ કરો અને બેલેટ પેપરથી ચૂંટણી યોજવાની માગ કરાઈ છે.




