મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: બોડેલી ROB પ્રોજેક્ટ અટવાયો, 50 કરોડના ઓવરબ્રિજ પર સંકટ

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી રેલવે ફાટક પર ટ્રાફિક સમસ્યાના કાયમી ઉકેલ માટેનો અંદાજે 50 કરોડનો રે

તસવીર: gstv

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી રેલવે ફાટક પર ટ્રાફિક સમસ્યાના કાયમી ઉકેલ માટેનો અંદાજે 50 કરોડનો રેલવે ઓવરબ્રિજ પ્રોજેક્ટ અટવાઈ ગયો છે. ઓવરબ્રિજના એપ્રોચ રોડ માટે જરૂરી જમીન વન વિભાગ હેઠળ આવતી હોવાથી મંજૂરી ન મળતા કામગીરી શરૂ થઈ શકી નથી. વર્ષ 2025માં કોન્ટ્રાક્ટ અપાયા બાદ પણ કામ શરૂ ન થતાં કોન્ટ્રાક્ટરે R&B વિભાગને કામમાંથી મુક્ત કરવાની માંગ કરી છે. જો હાલનો ટેન્ડર રદ થશે તો નવા ટેન્ડરમાં બાંધકામ ખર્ચ વધવાની શક્યતા હોવાથી સરકાર માટે પણ પડકાર ઊભો થયો છે. વર્ષોથી ટ્રાફિકની સમસ્યા ભોગવી રહેલા બોડેલીના લોકો હવે વન વિભાગની મંજૂરી અને ઓવરબ્રિજના કામની શરૂઆતની રાહ જોઈ રહ્યા છે.

આ સમાચાર શેર કરો