VIDEO: રોજીનગર અને નંદીગ્રામમાં ભાજપની ઐતિહાસિક જીત
પશ્ચિમ બંગાળની હાઈપ્રોફાઈલ નંદીગ્રામ વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં ભાજપનાં ઉમેદવાર હસીરાની રથે ભવ્ય જીત મે

પશ્ચિમ બંગાળની હાઈપ્રોફાઈલ નંદીગ્રામ વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં ભાજપનાં ઉમેદવાર હસીરાની રથે ભવ્ય જીત મેળવી છે. હસીરાની રથને કુલ 1 લાખ 64 હજાર 427 મત મળ્યા હતા, જ્યારે કોંગ્રેસના ઉમેદવાર મિલન પ્રધાનને 41 હજાર 674 મત મળ્યા હતા. આમ, હસીરાની રથે 1 લાખ 22 હજાર 753 મતના જંગી અંતરથી વિજય મેળવી નવો રેકોર્ડ નોંધાવ્યો છે. આ જીત સાથે તેમણે વર્ષ 2016માં શુભેન્દુ અધિકારીના નામે નોંધાયેલા 81 હજાર 230 મતની સરસાઈના રેકોર્ડને પણ પાછળ છોડી દીધો છે. શુભેન્દુ અધિકારીએ ભવાનીપુર બેઠક પોતાની પાસે રાખતાં નંદીગ્રામમાં પેટાચૂંટણી યોજાઈ હતી. તૃણમૂલ કોંગ્રેસના ઉમેદવારે નામ પરત ખેંચ્યા બાદ મમતા બેનર્જીએ કોંગ્રેસના ઉમેદવારને સમર્થન આપ્યું હતું.




