ભાજપના જ કોર્પોરેટરે વગડાવ્યા ઢોલ, તંત્રની ખોલી પોલ
જૂનાગઢમાં વોર્ડ નંબર 1માં વારંવાર રજૂઆત કરવા છતાં સફાઈ ન થતા સ્થાનિક લોકો અને નગર સેવકે ઢોલ વગાડીને વિરોધ નોંધાવ્યો હતો.
જૂનાગઢમાં વોર્ડ નંબર 1માં વારંવાર રજૂઆત કરવા છતાં સફાઈ ન થતા સ્થાનિક લોકો અને નગર સેવકે ઢોલ વગાડીને વિરોધ નોંધાવ્યો હતો. જૂનાગઢના દોલતપરા વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી વોકળાની સફાઈ કરવામાં નથી આવતી જેના કારણે સ્થાનિકો પરેશાન થઈ રહ્યા છે. ચોમાસામાં વોકળામાં પાણી ભરાઈ જવાથી રોગચાળો ફેલાવવાનો પણ ભય રહેલો છે. છેલ્લા 10 વર્ષથી સમસ્યા હોવા છતાં કોઈ અધિકારી રજૂઆત ન સાંભળતા સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો હતો.




