VIDEO: સુરતમાં એનાલોગ પનીર, ચીઝ અને બટર સામે તંત્રની મોટી કાર્યવાહી
સુરતમાં એનાલોગ પનીર, ચીઝ અને બટર સામે તંત્ર દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. રાજ્

સુરતમાં એનાલોગ પનીર, ચીઝ અને બટર સામે તંત્ર દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. રાજ્યમાં એનાલોગ ડેરી ઉત્પાદનો પર પ્રતિબંધ બાદ પણ કાર્યવાહી યથાવત રાખવામાં આવી છે. સુરત મહાનગરપાલિકાના તમામ ઝોનમાં અન્ન અને ઔષધ નિયમન તંત્ર દ્વારા સઘન ચેકિંગ હાથ ધરાયું હતું. વિવિધ ઝોનમાં એનાલોગ પનીર, ચીઝ અને બટરનું ઉત્પાદન, વેચાણ તેમજ સંગ્રહ કરતી કુલ 100 સંસ્થાઓની તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન આશરે 68 કિલોગ્રામ જેટલો એનાલોગ પનીર, ચીઝ અને બટરનો જથ્થો મળી આવ્યો હતો. આરોગ્ય માટે જોખમી ગણાતા આ જથ્થાનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. તંત્ર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે જનતાના આરોગ્યની સુરક્ષા માટે આવી તપાસ અને કાર્યવાહી આગામી દિવસોમાં પણ સતત ચાલુ રહેશે.




