મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: મુખ્ય ચૂંટણી કમિશનરનું મોટું નિવેદન: BLO વિના લોકશાહી અશક્ય! લખનૌમાં કરી સૌથી મોટી જાહેરાત

ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર

તસવીર: gstv

ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે બૂથ લેવલ ઓફિસર્સ (BLO) ની કામગીરીની મુક્તકંઠે પ્રશંસા કરતા તેમને ભારતીય લોકશાહીનો મજબૂત પાયો ગણાવ્યા છે.

લખનૌ ખાતે આયોજિત એક કાર્યક્રમ દરમિયાન તેમણે જણાવ્યું હતું કે, "બૂથ લેવલ ઓફિસર્સ એ આપણી લોકશાહીના આધારસ્તંભ છે. દરેક BLO માત્ર તેમના સંબંધિત બૂથના મતદારો વચ્ચે જ નહીં, પરંતુ સમગ્ર દેશ અને દુનિયાભરમાં તેમની પારદર્શિતા અને સમર્પણ ભાવ માટે ઓળખાય છે અને આદર મેળવે છે."

મુખ્ય ચૂંટણી કમિશનરે વધુમાં ઉમેર્યું હતું કે, તેઓ ખાસ કરીને BLO સાથે સંવાદ સાધવા, તેમની મહેનતની કદર કરવા અને તેમના મહત્વપૂર્ણ સૂચનો મેળવવા માટે લખનૌની મુલાકાતે આવ્યા છે. ચૂંટણી પ્રક્રિયાને વધુ સુગમ અને પારદર્શક બનાવવા માટે ગ્રાઉન્ડ લેવલના કર્મચારીઓનું યોગદાન અત્યંત અમૂલ્ય હોવાનું તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું.

આ સમાચાર શેર કરો