મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ST બસના મુસાફરોને મોટી રાહત, પાસના ભાડામાં ઘટાડો

GSRTC દ્વારા દૈનિક મુસાફરી કરતા લાખો મુસાફરોને મોટી રાહત આપતો મહત્વનો નિર્ણય લેવાયો છે. હવે 30 દિવસના માસ

તસવીર: gstv

GSRTC દ્વારા દૈનિક મુસાફરી કરતા લાખો મુસાફરોને મોટી રાહત આપતો મહત્વનો નિર્ણય લેવાયો છે. હવે 30 દિવસના માસિક મુસાફર પાસ માટે માત્ર 15 દિવસનું ભાડું ચૂકવવું પડશે, જ્યારે અગાઉ 18 દિવસનું ભાડું વસૂલાતું હતું. એ જ રીતે 90 દિવસના ત્રિમાસિક પાસ માટે હવે માત્ર 45 દિવસનું ભાડું ચૂકવીને 90 દિવસ મુસાફરી કરી શકાશે, જે અગાઉ 54 દિવસ હતું. 10 ઓગસ્ટે મળેલી GSRTCના સંચાલક મંડળની બેઠકમાં આ નિર્ણય લેવાયો છે અને ટૂંક સમયમાં તેનો અમલ થશે. આ નિર્ણયથી દૈનિક અપડાઉન કરતા અંદાજે 2.5 લાખથી વધુ મુસાફરોને સીધો લાભ મળશે અને ઈ-પાસ તથા ડિજિટલ પેમેન્ટની સુવિધાનો પણ લાભ લઈ શકાશે.

આ સમાચાર શેર કરો