VIDEO : વડોદરામાં NH-48 પર ઢાઢર નદી પરના બ્રિજમાં પડ્યા મોટા ખાડા
Vadodara news : વડોદરાના નેશનલ હાઈ-વે નંબર 48 પર આવેલો બ્રિજ બિસ્માર સ્થિતિમાં છે. વડોદરાથી ભરૂચ જતા પોર ગામ પાસેથી પસાર થતી

Vadodara news : વડોદરાના નેશનલ હાઈ-વે નંબર 48 પર આવેલો બ્રિજ બિસ્માર સ્થિતિમાં છે. વડોદરાથી ભરૂચ જતા પોર ગામ પાસેથી પસાર થતી ઢાઢર નદી પર આવેલા બ્રિજ પર મસમોટા ખાડા પડ્યા છે. નેશનલ હાઈવે નંબર 48 રોડ 4 લેન છે, જ્યારે ઢાઢર નદી પર વર્ષો જૂનો આ બ્રિજ 2 લેન છે. સ્થાનિક લોકોની માંગ છે કે બ્રિજ પર પડેલા ખાડાનું સમારકામ કરવામાં આવે. ખાડાઓના કારણે અકસ્માત થવાની શક્યતા છે, જેથી વહેલી તકે ખાડાઓ પૂરવામાં આવે.




