મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: વડોદરાના વ્રજધામ આધ્યાત્મિક સંકુલમાં ભવ્ય કૃષ્ણ જન્મોત્સવની ભાવભેર ઉજવણી

વડોદરાના માંજલપુર સ્થિત વ્રજધામ આધ્યાત્મિક સંકુલમાં ભવ્ય કૃષ્ણ જન્મોત્સવની ભાવ

તસવીર: gstv

વડોદરાના માંજલપુર સ્થિત વ્રજધામ આધ્યાત્મિક સંકુલમાં ભવ્ય કૃષ્ણ જન્મોત્સવની ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી. વૈષ્ણવાચાર્ય પૂજ્યપાદ ગોસ્વામી ૧૦૮ શ્રી વ્રજરાજકુમારજી મહારાજશ્રીના સાનિધ્યમાં વૈષ્ણવોએ ભક્તિરસનો દિવ્ય આનંદ માણ્યો હતો. જન્માષ્ટમી નિમિત્તે શ્રી ઠાકોરજીના વિવિધ મનોરથ અને ઝાંખી દર્શન યોજાયા હતા. મધ્યરાત્રિએ બાર વાગ્યે શ્રીકૃષ્ણના દિવ્ય પ્રાગટ્યની ઝાંખી અને પંચામૃત સ્નાનના મનોહર દર્શન કરાવવામાં આવ્યા હતા. ત્યારબાદ બાલસ્વરૂપ શ્રી ઠાકોરજીને સુશોભિત પારણામાં ઝુલાવવામાં આવ્યા હતા. નંદમહોત્સવ દરમિયાન માખણ-મિશ્રી, દહીં-માખણ અને લાડુના પ્રસાદ સાથે વધાઈના પદો ગવાયા હતા. મોટી સંખ્યામાં વૈષ્ણવો ઉપસ્થિત રહ્યા હતા. વડોદરા પોલીસ કમિશનર નરસિમ્હા કોમર અને તેમના ધર્મપત્ની પણ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.

આ સમાચાર શેર કરો