VIDEO: અનંત-રાધિકાના લગ્ન પહેલા નીતા અંબાણીએ કરી દિલ ખોલીને વાત, વીડિયો થયો વાયરલ
રિલાયન્સ ફાઉન્ડેશનના સ્થાપક અને ચેરપર્સન નીતા અંબાણીના વિઝનને અનુરૂપ, અનંત અં
રિલાયન્સ ફાઉન્ડેશનના સ્થાપક અને ચેરપર્સન નીતા અંબાણીના વિઝનને અનુરૂપ, અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના બહુપ્રતિક્ષિત લગ્ન સમારોહમાં અંબાણી પરિવાર પવિત્ર શહેર કાશી, વારાણસીમાં ભારતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાને વિશ્વ સાથે શેર કરવા માટે ઉત્સાહી છે.
લગ્ન પહેલા નીતા અંબાણીએ નવા યુગલ માટે કાશી વિશ્વનાથના આશીર્વાદ લેવા માટે પ્રાચીન સંસ્કૃતિના સ્થળની મુલાકાત લીધી હતી. તેમણે કહ્યું, કાશી સાથે મારી ભક્તિનો ઊંડો અને ગાઢ સંબંધ રહ્યો છે. કોઈ પણ શુભ શરૂઆત પહેલા મારા અને મારા પરિવાર માટે દેવી-દેવતાઓના આશીર્વાદ લેવા હંમેશાથી અગત્યના રહ્યા છે. થોડા સમય પહેલા હું અનંત અને રાધિકાના ખુશહાલ લગ્નજીવનની કામના કરવા માટે વારાણસી ગઈ હતી. આ 'શાશ્વત શહેર' તેની સુંદરતા, સકારાત્મકતા, પ્રકાશ અને પવિત્રતા હંમેશાથી મને આકર્ષે છે. અનંત અને રાધિકાના લગ્નની ઉજવણી દરમિયાન અમે તેમને ટ્રિબ્યુટ કરવાનો પ્રયાસ કર્યો છે.




