મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: વડોદરામાં જાહેર સ્થળે યુવકો વચ્ચે બોલાચાલી બાદ હાથાપાઈ, સયાજીગંજ નજીક બબાલ

વડોદરામાં જાહેર જગ્યાએ યુવાઓ વચ્ચે ઘર્ષણની વધુ એક ઘટના સામે આવી છ

તસવીર: gstv

વડોદરામાં જાહેર જગ્યાએ યુવાઓ વચ્ચે ઘર્ષણની વધુ એક ઘટના સામે આવી છે. સયાજીગંજ પોલીસ સ્ટેશનથી થોડા જ અંતરે આવેલા ડેરીડેન પાસેના લવલી પાન સેન્ટર ખાતે કેટલાક યુવકો વચ્ચે બબાલ થઈ હતી. કોઈ અજાણ્યા કારણસર યુવકો વચ્ચે પ્રથમ બોલાચાલી થઈ હતી. જોતજોતામાં શાબ્દિક ટપાટપી ઉગ્ર બનતા મામલો હાથાપાઈ સુધી પહોંચ્યો હતો. જાહેર સ્થળે યુવકો વચ્ચે થયેલા ઘર્ષણના કારણે આસપાસના લોકોમાં પણ અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. ઘટનાને પગલે લોકોના ટોળા એકઠા થયા હતા. સમગ્ર મામલે સયાજીગંજ પોલીસને જાણ કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. પોલીસ દ્વારા ઘટનાની હકીકત જાણવા અને ઘર્ષણમાં સામેલ યુવકો અંગે તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

આ સમાચાર શેર કરો