Video/ Asit Modi 'દયાભાભી'ને લાગ્યા પગે! કહ્યું, "કેટલાક સંબંધો..."
સોની સબનો લોકપ્રિય શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ને 17 વર્ષ પૂર
સોની સબનો લોકપ્રિય શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ને 17 વર્ષ પૂર્ણ થયા છે. આ શોના પાત્રોએ દર્શકોના હૃદયમાં પોતાની એક અલગ જ છાપ છોડી છે. આ 17 વર્ષમાં ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ શોમાં ઘણા કલાકારો આવ્યા અને ગયા, પરંતુ શોમાં ‘દયાબેન’નું સ્થાન કોઈ લઈ શક્યું નથી. જણાવી દઈએ કે અસિત મોદીના આ શોમાં દયાબેનનું પાત્ર દિશા વકાણીએ ભજવ્યું હતું. વર્ષ 2017માં તે મેટરનિટી બ્રેક પર ગઈ હતી, પરંતુ ત્યારબાદ તેમણે શોમાં ક્યારેય વાપસી કરી નહીં. નિર્માતા અસિત મોદીએ પણ દિશાને પાછા બોલાવવા માટે ઘણા પ્રયાસો કર્યા, પરંતુ અભિનેત્રીએ કોઈની એક પણ વાત ન સાંભળી અને આખરે તેમણે આ શો છોડી દીધો. હવે આ દરમિયાન અસિત મોદી અને દિશા વકાણીનો એક વીડિયો ઇન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં અસિત મોદી દિશા વકાણીને પગે લાગતા જોવા મળી રહ્યા છે.
અસિત મોદીએ દિશા વકાણીને પગે લાગ્યા
વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં જોવા મળે છે કે અસિત મોદીએ પોતે તેમના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર આ વીડિયો પોસ્ટ કર્યો છે. આ વીડિયોમાં રક્ષાબંધનના અવસરે ‘દયાબેન’ એટલે કે અભિનેત્રી દિશા વકાણી અસિત મોદીને રાખડી બાંધતી જોવા મળી રહી છે. વીડિયોમાં વર્ષો બાદ દિશા વકાણીને જોઈને ચાહકો ખૂબ ખુશ છે. વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં જોવા મળે છે કે અસિત મોદી તેમની પત્ની સાથે બેઠા છે અને દિશા બંનેને રાખડી બાંધી રહી છે. વીડિયોમાં જોવા મળે છે કે દિશા તેમના ભાઈ અસિત અને ભાભીની બલૈયા લઈ રહી છે, જ્યારે અસિત મોદી પણ દિશાને પગે લાગે છે.
અસિત મોદીએ લખ્યું આ કેપ્શન
આ વીડિયો પોસ્ટ કરતી વખતે નિર્માતાએ કેપ્શનમાં લખ્યું છે, ‘કેટલાક સંબંધો નસીબ ગૂંથે છે... લોહીનો નહીં, દિલનો સંબઘ હોય છે. દિશા વકાણી માત્ર અમારી ‘દયા ભાભી’ નથી, પરંતુ મારી બહેન છે. વર્ષોથી હાસ્ય, યાદો વહેંચતા આ સંબંધ સ્ક્રીનથી ઘણો આગળ વધી ગયો છે. આ રાખી પર, એ જ અતૂટ ભરોસો અને એ જ ગાઢ પોતાનાપણું ફરીથી અનુભવાયું... આ બંધન હંમેશા આવી જ મીઠાશ અને મજબૂતી સાથે ટકી રહે.’ અસિત મોદીના આ વીડિયો પર લોકો ખૂબ કોમેન્ટ કરી રહ્યા છે અને પોતાની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.





