VIDEO: 2,577 ખાડા પડતાં તંત્રની કામગીરી સામે સવાલો ઉઠ્યા
એક જ વરસાદમાં શહેરના વિવિધ વિસ્તારોમાં 2577 ખાડા પડતાં મહાનગરપાલિકાની કા

એક જ વરસાદમાં શહેરના વિવિધ વિસ્તારોમાં 2577 ખાડા પડતાં મહાનગરપાલિકાની કામગીરી સામે સવાલો ઉઠ્યા છે. રોડ રસ્તાની બિસ્માર હાલતને લઈને મનપા કમિશનર અરુણ મહેશ બાબુએ ઉચ્ચસ્તરીય બેઠકમાં અધિકારીઓનો ઉધડો લીધો હોવાનું સામે આવ્યું છે. પાલિકા દ્વારા હવે ફાયર બ્રિગેડના ડેશકેમ, એન્જિનિયરિંગ ટીમ અને વિદ્યાર્થીઓની મદદથી ત્રણ સ્તરે રસ્તાઓનો સર્વે કરવામાં આવશે. પ્રાથમિક સર્વેમાં પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ 993, ઉત્તર ઝોનમાં 690, દક્ષિણ ઝોનમાં 540 અને પૂર્વ ઝોનમાં 354 ખાડા નોંધાયા છે. કમિશનરે 18 મીટરથી મોટા અને નાના રસ્તાઓના અલગ-અલગ સમારકામની કામગીરી શરૂ કરવા તેમજ FDR પદ્ધતિથી ગુણવત્તાસભર કામ કરવાની સૂચના આપી છે.




