VIDEO: ગોત્રી રોડ પર ખાડાઓથી કંટાળેલી મહિલાએ અનોખી રીતે કર્યો વિરોધ, વીડિયો વાયરલ
વડોદરા શહેરમાં પહેલા જ વરસાદે મહાનગરપાલિકાના પ્રી-મોન્સૂન કામકાજ

વડોદરા શહેરમાં પહેલા જ વરસાદે મહાનગરપાલિકાના પ્રી-મોન્સૂન કામકાજના દાવાઓની પોલ ખોલી નાખી છે, જ્યાં ગોત્રી રોડ પર પડેલા મોટા ખાડાઓ અને બિસ્માર રસ્તાઓ સામે એક સ્થાનિક મહિલાએ અનોખી રીતે વિરોધ નોંધાવ્યો છે. રોડ પર બેસીને કટાક્ષ કરતા મહિલાએ કહ્યું કે, "આ રસ્તો મને સીધો પાતાળ લોકમાં લઈ જશે અને આ રોડ તો સ્પેસ ટેક્નોલોજીથી બનાવવામાં આવ્યો છે." પાલિકાની હલકી ગુણવત્તાવાળી કામગીરી સામે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, કારણ કે વાહનચાલકોને સતત અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. નાગરિકો હવે માત્ર કામચલાઉ ખાડા પૂરવાની નહીં, પરંતુ કાયમી અને ગુણવત્તાયુક્ત રસ્તાઓ બનાવવાની માંગ કરી રહ્યા છે, જે હાલ શહેરમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે.




