મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: અમદાવાદમાં અનંત ચૌદશે ગણપતિ બાપ્પાને વિદાય

અમદાવાદમાં અનંત ચૌદસના પાવન દિવસે ગણપતિ બાપ્પાનું ભક્તિભાવ સાથે વિસર્જન કરવામાં આવી રહ્યું છે. ‘ગણ

તસવીર: gstv

અમદાવાદમાં અનંત ચૌદસના પાવન દિવસે ગણપતિ બાપ્પાનું ભક્તિભાવ સાથે વિસર્જન કરવામાં આવી રહ્યું છે. ‘ગણપતિ બાપ્પા મોરિયા, અગલે બરસ તું જલ્દી આના’ના જયઘોષ સાથે ભક્તો દુંદાળા દેવને ભારે હૈયે વિદાય આપી રહ્યા છે. ગણેશ વિસર્જનને લઈ AMC દ્વારા શહેરમાં 32 જેટલા વિસર્જન કુંડ તૈયાર કરવામાં આવ્યા છે. સુરક્ષા અને બચાવ કામગીરી માટે ફાયર વિભાગના 290 જવાનો બે રેસ્ક્યૂ બીટ સાથે તૈનાત રહેશે. મોટી ગણેશ પ્રતિમાઓના વિસર્જન માટે 32 ક્રેનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

આ સમાચાર શેર કરો