VIDEO: ગુજરાત ભાજપની મહત્વની બેઠક આગામી પેટા ચૂંટણી અને સંગઠનાત્મક કાર્યો અંગે થશે
ગુજરાત ભાજપ પ્રદેશ કાર્યાલય ખાતે આગામી સમયની રણ

ગુજરાત ભાજપ પ્રદેશ કાર્યાલય ખાતે આગામી સમયની રણનીતિ નક્કી કરવા માટે એક અત્યંત મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉચ્ચ સ્તરીય બેઠક અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા અને સંગઠન મહામંત્રી રત્નાકરની અધ્યક્ષતામાં યોજાશે. આ બેઠકમાં મુખ્યત્વે પ્રશિક્ષણ વર્ગોનું આયોજન, રાજ્યમાં યોજાનારી આગામી પેટા ચૂંટણીઓની તૈયારીઓ તેમજ પક્ષના વિવિધ સંગઠનાત્મક કાર્યક્રમો અંગે ગહન ચર્ચા-વિચારણા કરવામાં આવશે. પક્ષના માળખાને વધુ વેગવંતું બનાવવા અને ચૂંટણી લક્ષી વ્યુહરચના ઘડવા માટે આ બેઠકમાં તમામ જિલ્લા અને શહેરના પ્રમુખો તેમજ પ્રભારીઓને ખાસ ઉપસ્થિત રહેવા માટે જણાવવામાં આવ્યું છે. ચૂંટણી પહેલાં સંગઠનને જમીની સ્તરે વધુ સક્રિય કરવા અને કાર્યકરોને માર્ગદર્શન પૂરું પાડવા માટે ભાજપની આ બેઠક ખૂબ જ નિર્ણાયક માનવામાં આવી રહી છે.




