VIDEO: આમોદ પોલીસે છેતરપિંડીના કેસમાં સાત વર્ષથી નાસતા આરોપી યોગેન્દ્રસિંહને સુરતથી ઝડપી લીધો
આમોદ તાલુકાના દાંડા ગામના વતની અને કરોડો રૂપિયાની છેતર

આમોદ તાલુકાના દાંડા ગામના વતની અને કરોડો રૂપિયાની છેતરપિંડીના કેસોમાં છેલ્લા સાત વર્ષથી નાસતા-ફરતા આરોપી યોગેન્દ્રસિંહ રાજને આમોદ પોલીસે સુરત ખાતેથી ઝડપી પાડ્યો છે. આરોપી યોગેન્દ્રસિંહ સામે વાગરા, આમોદ, કરજણ અને ભરૂચની વિવિધ અદાલતોમાં ફ્રોડના કેસો ચાલતા હતા, જે પૈકી ચાર કેસોમાં અદાલતે સજા પણ ફટકારી હતી. અદાલતી સજાની કાર્યવાહી બાદ આરોપી પોલીસથી બચવા ખોટું સરનામું આપી ચાર વર્ષથી ફરાર થઈ ગયો હતો. દરમિયાન તેના પિતા સુરત જેલમાં હોવાથી યોગેન્દ્રસિંહ મળવા સુરત આવ્યો હોવાની માહિતીના આધારે પોલીસે તેને ઝડપી પાડ્યો હતો. આરોપીને આમોદ કોર્ટમાં રજૂ કરાતાં અદાલતે તેને વધુ આગળની કાયદેસરની કાર્યવાહી માટે ભરૂચ સબજેલ ખાતે મોકલી આપવા હુકમ કર્યો છે.




