મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ભારે વરસાદ વચ્ચે રાજ્ય પોલીસ એલર્ટ, DGPએ સંભાળ્યો મોરચો

રાજ્યમાં ભારે વરસાદની પરિસ્થિતિને લઈને પોલીસ અને વહીવટી તંત્ર સંપૂર્ણ એક્શન મોડમાં આવી ગયું

તસવીર: gstv

રાજ્યમાં ભારે વરસાદની પરિસ્થિતિને લઈને પોલીસ અને વહીવટી તંત્ર સંપૂર્ણ એક્શન મોડમાં આવી ગયું છે. રાજ્ય પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિકે SEOC ખાતેથી રાહત અને બચાવ કામગીરીની સમીક્ષા કરી તમામ પોલીસ કમિશનર અને એસપી સાથે હાઈલેવલ વીડિયો કોન્ફરન્સ યોજી હતી. રાજ્યમાં આપત્તિનો સામનો કરવા NDRF અને SDRFની કુલ 49 ટીમો તૈનાત કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના વલસાડ, સુરત અને નવસારીમાં વરસાદનું જોર ઘટતાં સ્થિતિમાં સુધારો નોંધાયો છે. DGP મલિકે નાગરિકોને અત્યંત જરૂરી કામ સિવાય ઘરની બહાર ન નીકળવાની અપીલ કરી છે.

આ સમાચાર શેર કરો