VIDEO: અંબાણી પરિવારે લગ્ન પહેલા અનંત-રાધિકા માટે રાખી શિવ શક્તિ પૂજા
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન 12મી જુલાઈ એટલે આજે થવા
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન 12મી જુલાઈ એટલે આજે થવાના છે. આ પહેલા પરિવારે બંનેને નવા જીવનની શુભેચ્છા પાઠવવા માટે શિવ શક્તિનું આયોજન કર્યું હતું. આ ફંક્શનમાં આખો અંબાણી પરિવાર, સંબંધીઓ અને સેલેબ્સ જોવા મળ્યા હતા.
શિવ શક્તિ પૂજા શા માટે કરવામાં આવે છે?
હિંદુ વિધિ મુજબ દરેક લગ્ન પહેલા પૂજાનું વિશેષ મહત્ત્વ હોય છે. અંબાણી પરિવારે તાજેતરમાં ગ્રહ શાંતિ પૂજા કરી હતી. હવે શિવ શક્તિ પૂજા. આમ કરવાથી વર-કન્યાના ભાવિ જીવનમાં આવતા વિઘ્નો દૂર થાય છે અને તેમને શિવ શક્તિના શુભાષિશ મળે છે. તેમજ લગ્ન વિધિમાં કોઈ વિઘ્ન નથી આવતું.




