VIDEO: અલ્હાબાદ હાઈકોર્ટે પોલીસ કસ્ટડીમાં હત્યા કેસમાં ઉત્તર પ્રદેશના ચાર પોલીસકર્મીઓની જામીન અરજી ફગાવી
અલ્હાબાદ હાઈકોર્ટે જૌનપુર જિલ્લામાં ૨૦૨૧માં કૃષ્ણ કુમાર

અલ્હાબાદ હાઈકોર્ટે જૌનપુર જિલ્લામાં ૨૦૨૧માં કૃષ્ણ કુમાર યાદવના પોલીસ કસ્ટડીમાં થયેલા મૃત્યુના કેસમાં ચાર આરોપી પોલીસકર્મીઓની જામીન અરજીઓ ફગાવી દીધી છે. કોર્ટે સીબીઆઈની ચાર્જશીટ ટાંકીને નોંધ્યું કે પોલીસકર્મીઓએ કબૂલાત કરાવવા માટે પીડિતને ગંભીર ઈજાઓ પહોંચાડી તેમની હત્યા કરી હતી અને બાદમાં ઘટનાને અકસ્માત ખપાવવા ખોટા દસ્તાવેજો બનાવ્યા હતા…સુપ્રીમ કોર્ટે આ કેસમાં કસ્ટડીમાં મૃત્યુની ગંભીરતાને ધ્યાનમાં રાખી કડક અભિગમ અપનાવવાનો નિર્દેશ આપ્યો હતો. આ હુકમથી જયશીલ તિવારી, રામકૃત યાદવ, રાજ કુમાર વર્મા અને અંગદ પ્રસાદ ચૌધરી નામના પોલીસકર્મીઓની મુશ્કેલીઓ વધી છે.




