VIDEO: અલ્હાબાદ હાઈકોર્ટની યુપી સરકાર સામે કડક ઝાટકણી: ગુંડા એક્ટના દુરુપયોગ પર આદેશ
અલ્હાબાદ હાઈકોર્ટે ઉત્તર પ્રદેશ સરકારની ઝાટકણી કાઢી છે કારણ કે અમલદારો દ્વારા ગુંડ

અલ્હાબાદ હાઈકોર્ટે ઉત્તર પ્રદેશ સરકારની ઝાટકણી કાઢી છે કારણ કે અમલદારો દ્વારા ગુંડા એક્ટનો દમનના સાધન તરીકે દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે. કોર્ટે ચેતવણી આપી છે કે ગેરકાયદેસર આદેશો જારી કરવાનું બંધ નહીં થાય તો અધિકારીઓએ દંડનાત્મક વળતર ચૂકવવું પડશે….જસ્ટિસ સંદીપ જૈને અરજદાર અભિષેક ત્યાગી વિરુદ્ધની કાર્યવાહી રદ કરતા તેમને વળતર પેટે 50 હજાર રૂપિયા ચૂકવવાનો આદેશ આપ્યો છે. કોર્ટે સ્પષ્ટ કર્યું કે સરકાર આ રકમ જવાબદાર અમલદારોના પગારમાંથી વસૂલવા માટે સ્વતંત્ર છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ત્યાગીએ યુપી કંટ્રોલ ઓફ ગુંડા એક્ટ ૧૯૭૦ હેઠળ શરૂ થયેલી મનસ્વી કાર્યવાહીને હાઈકોર્ટમાં પડકારી હતી.




