VIDEO: વડોદરાના ભાયલી દુષ્કર્મ કેસમાં તમામ પાંચેય આરોપીઓને જીવનના અંતિમ શ્વાસ સુધીની કેદ
વડોદરાના ચકચારી ભાયલી સગીરા દુષ્કર્મ કેસમાં સ્પેસિયલ પોસ્કો કોર્ટે ઐતિહાસિક

વડોદરાના ચકચારી ભાયલી સગીરા દુષ્કર્મ કેસમાં સ્પેસિયલ પોસ્કો કોર્ટે ઐતિહાસિક ચુકાદો સંભળાવતા તમામ પાંચેય આરોપીઓને જીવનના અંતિમ શ્વાસ સુધીની આજીવન કેદની સજા ફટકારી છે. વર્ષ ૨૦૨૪ની નવરાત્રિના બીજા નોરતે બનેલી આ અમાનુષી ઘટનામાં અદાલતે મુન્ના બનજારા, મુમતાઝ બનજારા, શાહરુખ બનજારા, સૈફ અલી બનજારા અને અજમલ બનજારાને દોષિત જાહેર કર્યા છે. સરકારે આ કેસમાં ત્રણ ખાસ સરકારી વકીલોની નિમણૂક કરી હતી. કોર્ટમાં ૪૫ સાક્ષીઓની જુબાની, સીસીટીવી અને મજબૂત ફોરેન્સિક પુરાવાના આધારે આ ચૂકાદો આપવામાં આવ્યો છે. કોર્ટે આ કૃત્યને નીચલી કક્ષાનું ગણાવી આરોપીઓને રૂ. ૫૦-૫૦ હજારનો દંડ અને પીડિતાને રૂ. ૧૦ લાખનું વળતર ચૂકવવા આદેશ કર્યો છે.




