મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: અમદાવાદ: અસારવા પાણીની ટાંકીમાંથી શંકાસ્પદ માનવ કંકાલ મળી આવતા સનસનાટી, પોલીસે તપાસ હાથ ધરી

અમદાવાદના અસારવા વોર્ડમાં આવેલા વોટર ડિસ્ટ્રિબ્યુશન સે

તસવીર: gstv

અમદાવાદના અસારવા વોર્ડમાં આવેલા વોટર ડિસ્ટ્રિબ્યુશન સેન્ટરની પાણીની ટાંકીમાંથી શંકાસ્પદ માનવ કંકાલ મળી આવવાની ઘટના સામે આવતા ભારે ખળભળાટ મચી ગયો છે. છેલ્લા કેટલાક દિવસોથી અસારવા વિસ્તારમાં દૂષિત અને વાસ મારતા પાણીની ફરિયાદો ઉઠી હતી, જે દરમિયાન સફાઈ કામગીરી વખતે આ કંકાલ મળી આવ્યું હતું....ઘટનાની જાણ થતાં જ પોલીસ હરકતમાં આવી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી કંકાલને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યું છે. ફોરેન્સિક પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટ થશે કે આ કંકાલ સ્ત્રીનું છે કે પુરુષનું. AMCના કોન્ટ્રાક્ટર દ્વારા સફાઈ દરમિયાન આ બાબત સામે આવ્યા બાદ પોલીસ અને તંત્ર દ્વારા સઘન તપાસ શરૂ કરવામાં આવી છે.

આ સમાચાર શેર કરો