VIDEO: અમદાવાદ: રખિયાલમાંથી ₹૨.૭૭ લાખના MD ડ્રગ્સ સાથે મજૂર ઝડપાયો, સપ્લાયરની શોધખોળ શરૂ
અમદાવાદના રખિયાલ પોલીસે રહેણાંક મકાનમાં દરોડો પાડી
અમદાવાદના રખિયાલ પોલીસે રહેણાંક મકાનમાં દરોડો પાડી ૨૫ વર્ષીય યુવકને ડ્રગ્સ સાથે ઝડપી પાડ્યો છે... મોઈનુદ્દીન ઉર્ફે ફરદીન નામનો છૂટક મજૂરી કરતો હતો. અને તેની પાસેથ ૨.૭૭ લાખની કિંમતનું ૯૨.૫૩૦ ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ મળી આવ્યું હતું. આ ઉપરાંત પોલીસે એક વનપ્લસ મોબાઈલ, સુઝુકી એક્સેસ સ્કૂટર, બે ડિજિટલ વજનકાંટા, ખાલી ઝિપલોક પાઉચ અને ૯ હજાર ૩૦૦ રૂપિયા રોકડા મળીને કુલ ૩ લાખ ૮૧ હજાર ૮૯૦ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આરોપી આ જથ્થો અબ્દુલ મારૂફ મહંમદ નઈમ અંસારી પાસેથી લાવતો હતો. હાલ પોલીસે બંને સામે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે..




