VIDEO: ગુવાહાટીમાં ભારે વરસાદ બાદ અનેક વિસ્તારોમાં પાણી ભરાયા
આસામના મુખ્ય શહેરમાં ગુવાહાટી ખાતે મુસળધાર વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું છે. ભારે વરસાદના પગલે

આસામના મુખ્ય શહેરમાં ગુવાહાટી ખાતે મુસળધાર વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું છે. ભારે વરસાદના પગલે શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની ગંભીર સમસ્યા સર્જાઈ છે. ખાસ કરીને બેલ્ટોલા સર્વે એરિયા સહિતના મુખ્ય વિસ્તારોમાંથી સામે આવેલા દ્રશ્યોમાં રસ્તાઓ પર પાણી ભરાયેલા નજરે પડે છે, જેના કારણે વાહનવ્યવહાર અને રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. સતત વરસી રહેલા વરસાદને કારણે સ્થાનિક નાગરિકોની મુશ્કેલીઓમાં વધારો થયો છે અને તંત્ર દ્વારા પાણીના નિકાલ માટેની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.




