VIDEO: અલીગઢમાં સરકારી જમીન પર વહીવટીતંત્રનું મોટું બુલડોઝર એક્શન, ૪૬ વીઘા જમીન મુક્ત કરાવાઈ
ઉત્તર પ્રદેશના અલીગઢમાં વહીવટીતંત્ર દ્વારા અત્યાર સુધીની મોટી કાર્ય

ઉત્તર પ્રદેશના અલીગઢમાં વહીવટીતંત્ર દ્વારા અત્યાર સુધીની મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી ના અનધિકૃત કબજા હેઠળ હોવાના આક્ષેપ સાથે તંત્રે ૪૬ વીઘા જેટલી સરકારી જમીન પર બુલડોઝર ફેરવી દીધું છે. અલીગઢ જિલ્લા પ્રશાસન અને સ્થાનિક પોલીસના વિશાળ કાફલા સાથે આ કડક કાર્યવાહી કરવામાં આવી હતી. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે ઘટનાસ્થળે ભારે પોલીસ બંદોબસ્ત તૈનાત કરી દેવાયો છે. વહીવટીતંત્રની આ સરપ્રાઈઝ કામગીરીથી ગેરકાયદેસર કબ્જો કરનારાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.


